પૂર્વ કાઉન્સિલરએ જિલ્લા કલેકટરને રજુઆત કરીમોરબી : મોરબીના વોર્ડ નં. ૧૩ માં આવેલ કબીર ટેકરી વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન હતી પણ દુકાનદારે રાજીનામુ આપી દેતા દુકાન બંધ થવાથી સ્થાનિકોને બીજા વિસ્તારમાં સસ્તા અનાજ લેવા જવા માટે ધક્કા ખાવા પડતા હોય તેમના જ વિસ્તારમાં ફરીથી સસ્તા અનાજની દુકાન શરૂ કરવાની માંગ ઉઠી છે.મોરબીના વોર્ડ નં. ૧૩ના પૂર્વ કાઉન્સિલર જસવંતીબેન સોનાગ્રાએ કલેકટરને રજુઆત કરીને જણાવ્યું હતું કે, ધણા સમય શહેરના કબીર ટેકરી વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન હતી પણ દુકાનદારે રાજીનામુ આપી દીધા બાદ અહીયા આજ દીન સુધી નવી દુકાન ખોલવામાં આવેલ નથી જેથી રાશનકાર્ડ ધારકાને વજેપર તથા કાલીકા પ્લોટ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાને લેવા જવુ પડે છે. અને મોંઘાદાટ રીક્ષા ભાડા ખર્ચવા પડે છે. આ વિસ્તારમાં ગરીબ અને શ્રમજીવી પ્રજા રહે છે. જેને આવા રીક્ષા ભાડા પોસાય નહી છતા ખર્ચ કરીને લેવા જવુ પડે છે. આ વિસ્તારમાં આશરે છ હજાર જેટલી વસ્તી છે અગાઉ જે દુકાનદાર પાસે આશરે ૭૦૦ જેટલા રેશનકાર્ડ અન્ય દુકાનદારને તબદીલ કરી નાખેલ છે જેથી પ્રજાને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે અને ગરીબ માણસો સરકાર તરફથી મળતો અનાજનો જથ્થો સમયસર અને નજીકથી મેળવી શકે તે હેતુથી અહીયા નિયમોનુસાર જાહેરનામુ બહારપાડી નવી દુકાન ચાલુ કરવાની માંગ કરી છે.