ભારતમાં નવા વર્ષની ઉજવણી ધર્મ અને પ્રદેશની પરંપરા મુજબ અલગ-અલગ દિવસે કરવામાં આવે છેમોરબી : આજે વર્ષ 2024નો પ્રથમ દિવસ છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે પહેલા નવું વર્ષ 01 જાન્યુઆરીએ ઉજવવામાં આવતું ન હતું. પહેલા લોકો 25મી માર્ચે અને ક્યારેક 25મી ડિસેમ્બરે નવું વર્ષ ઉજવતા હતા. રોમના રાજા નુમા પોમ્પિલસે રોમન કેલેન્ડર બદલ્યું, ત્યારબાદ જાન્યુઆરી વર્ષનો પહેલો મહિનો ગણવામાં આવ્યો. અગાઉ માર્ચ મહિનો વર્ષનો પહેલો મહિનો કહેવાતો હતો. ત્યારબાદ 01 જાન્યુઆરીના રોજ નવા વર્ષની ઉજવણીની શરૂઆત 15 ઓક્ટોબર, 1582ના રોજ થઈ હતી.રોમમાં સૌથી પ્રથમ કેલેન્ડર બનાવવામાં આવ્યું હતું. તેમાં માત્ર 10 મહિના હતા. એક વર્ષમાં 310 દિવસ હતા અને 8 દિવસને અઠવાડિયા તરીકે ગણવામાં આવતું હતું. એવું કહેવાય છે કે રોમન શાસક જુલિયસ સીઝરે કેલેન્ડર બદલ્યું હતું. તે સીઝર હતો, જેણે 1 જાન્યુઆરીએ નવા વર્ષની શરૂઆત કરી હતી. જુલિયસે કેલેન્ડર બદલ્યા પછી, વર્ષમાં 12 મહિના કરવામાં આવ્યાં હતાં. જુલિયસ સીઝરની મુલાકાત ખગોળશાસ્ત્રીઓ સાથે થઈ હતી, જેના પછી જાણવા મળ્યું હતું કે પૃથ્વી 365 દિવસ અને છ કલાકમાં સૂર્યની આસપાસ ફરે છે.પોપ ગ્રેગરીએ 1582માં જુલિયન કેલેન્ડરમાં લીપ વર્ષ વિશેની ભૂલ શોધી કાઢી હતી. તે સમયના પ્રખ્યાત ધર્મગુરુ સંત બીડએ કહ્યું હતું કે વર્ષમાં 365 દિવસ, 5 કલાક અને 46 સેકન્ડ હોય છે. આ પછી રોમન કેલેન્ડર બદલીને નવું કેલેન્ડર બનાવવામાં આવ્યું.ભારતમાં જુદી-જુદી તારીખે નવું વર્ષભારત એક મોટો દેશ છે, તેમાં વિવિધ સંસ્કૃતિ અને ધર્મના લોકો વસે છે. ભારતમાં નવા વર્ષની ઉજવણી ધર્મ અને પ્રદેશની પરંપરા મુજબ અલગ અલગ સમયે કરવામાં આવે છે. જો હિન્દુ નવા વર્ષની વાત કરીએ તો તે ચૈત્ર માસની શુક્લ પ્રતિપદાથી શરૂ થાય છે. મરાઠી લોકોની વાત કરીએ, તો તેઓ ગુડી પડવાના સમયે નવા વર્ષનું આગમન માને છે. કેરળમાં એપ્રિલ મહિનામાં નવું વર્ષ ઉજવવામાં આવે છે.