મોરબી : મોરબીમાં વસવાટ કરતા સમસ્ત કાલાવડીયા પરિવારનું સ્નેહમિલન તથા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.મોરબીના કાલાવડીયા પરિવારના આ સ્નેહમિલન સમારોહમાં કાલાવડીયા પરિવારના કે.જી. થી કોલેજ સુધીના 98 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ દેશભક્તિના વિષય પર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. જેમાં 25 વિદ્યાર્થીઓએ પોતાની કલાકૃતિ રજૂ કરી હતી અને વર્ષ 2024ના આગમનની ઉજવણી કરી હતી. આ સ્નેહમિલન કાર્યક્રમમાં કાલાવડીયા પરિવારના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.