મોરબી : મકર સંક્રાતિ નજીક આવતા જ પ્રતિબંધ હોવા છતાં કેટલાક ધંધાર્થીઓ ગેરકાનૂની ઘાતક ચાઈનીઝ દોરીના ફીરકા રાખી તેનું છાના ખૂણે વેચાણ કરતા હોવાની બાતમીને આધારે મોરબી એ ડિવિઝન પોલીસે સ્ટેશન રોડ ઉપર આવેલ આશાપુરા સીઝન સ્ટોર નામની દુકાનમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ફીરકા સાથે સ્ટોર માલિકને ઝડપી લઈ ગુન્હો દાખલ કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આશાપુરા સીઝન સ્ટોર નામની દુકાનમાંથી પ્રતિબંધિત ઘાતક ચાઈનીઝ દોરીના ફીરકા નંગ 3 સાથે આરોપી જીતેંદ્રભાઈ લક્ષ્મણભાઈ દેવડા, રહે સોમૈયા સોસાયટી વાવડી રોડ, મોરબી વાળાને ઝડપી લઇ રૂપિયા 1500નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.