મોરબી : માળીયા તાલુકાના ભાવપર ગામની સીમમાં સુજલોન પવન ચક્કીની ઓફીસ સામે આવેલ બાવળની ઝાડીમાંથી એલસીબી પોલીસે બાતમીને આધારે આરોપી સાગરભાઇ રામૈયાભાઇ નાનકાભાઇ સવસેટા રહે.વવાણીયા રામજી મંદીર વાળી શેરી ઉપર કોટ તા.માળીયા મિ. જી.મોરબી વાળાને બ્લેન્ડર્સ પ્રાઇડ વિદેશી દારૂની 54 બોટલ કિંમત રૂપિયા 45,900 તેમજ રોયલ બ્લુ વ્હીસ્કીના 180મીલીના ચપલા નંગ 96 કિંમત રૂપિયા 9600 સહિત કુલ રૂપિયા 55,500ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. વિદેશી દારૂના આ ગેરકાયદે વેપલામાં આરોપી સાથે આરોપી વશરામભાઇ રબારી રહે. ગાંધીધામ જી.કચ્છ વાળાની સંડોવણી હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.