મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા રોડ અકસ્માતના બનાવોને અંકુશમાં લાવવા અકસ્માત કેસના કાયદામાં ફેરફાર કરી નવો કાયદો અમલી કરતા કાયદાના વિરોધમાં મોરબી-માળીયા નેશનલ હાઇવે ઉપર આવેલ રવિરાજ ચોકડી પાસે ચક્કાજામ કરી અકસ્માતના કાયદા વિશે ગેરસમજ ઉભી કરી અન્ય માલવાહક વાહનોને રોકતા મોરબી તાલુકા પોલીસ મથકમાં 10 ટ્રક ડ્રાઇવરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કેસમાં માલવાહક વાહન ચાલકો સામે 10 વર્ષની સજા અને 5થી 10 લાખના દંડની જોગવાઈ કરતો નવો કાયદા અમલી બનાવતા આ કાયદાના વિરોધમાં મોરબી-માળીયા નેશનલ હાઇવે ઉપર આવેલ રવિરાજ ચોકડી પાસે ટ્રક ચાલકો દ્વારા કેન્દ્રના કાયદા વિરુદ્ધ નેશનલ હાઇવે ઉપર ચક્કાજામ કરતા તાલુકા પોલીસે ચક્કાજામ સર્જનાર આરોપી શનિભાઈ રમેશભાઈ વાંજા, રહે.માધવ ગૌશાળા પાસે રવાપર મોરબી, મુકેશભાઈ બાબુભાઇ કોળી, રહે. વીશીપરા મોરબી, શંકરભાઈ ભવરસિંગ ભીલ, રહે. ટીબડી પાટીયા પાસે મોરબી, મુકેશભાઈ તેરૂભાઈ ભીલ, રહે. માણાબા તા.માળીયા મીયાણા જી.મોરબી, મહેશભાઈ માઘુભાઈ જાદવ, રહે. ટીબડી તા-જી મોરબી, રાજુભાઈ જવસિંગ પરમાર, રહે. ટીબડી તા-જી મોરબી મુળગામ સમોઇ તા.રાણાપુર જી.જાબંવા(એમ.પી), જગદીશભાઈ હેમરાજભાઈ માંડવિયા, રહે. ધુનડા(સ) તા-ટંકારા જી. મોરબી, મનુભાઈ ધનજીભાઈ ડાભી, રહે. મયુરનગર તા-હળવદ જી.મોરબી, રમેશભાઈ જેઠાભાઈ સોલંકી, રહે.આંદરણા તા-જી મોરબી અને અજયભાઈ લક્ષ્મણભાઈ ડામોર, રહે.પીપળીયા તા.જી.મોરબીની અટકાયત કરવામાં આવી હતી. હાલ મોરબી તાલુકા પોલીસે અટક કરેલ 10 વાહન ચાલક આરોપી તથા અજાણ્યા 8 થી 10 ઇસમો નાસી ગયા હોય તપાસમાં જે ખુલ્લે તે તમામ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.