મોરબી : આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે. ત્યારે અયોધ્યાથી આવેલા અક્ષત કળશના મોરબીમાં ઠેર ઠેર સ્વાગત-સામૈયા કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીના વિકાસ વિદ્યાલય (બાલિકા ગૃહ) તથા વૃદ્ધાશ્રમ ખાતે કળશના વધામણા કરવામાં આવ્યા હતા.હાલ મોરબીમાં અક્ષત કળશ યાત્રા ચાલી રહી છે. ત્યારે આ યાત્રા વિકાસ વિદ્યાલય (બાલિકા ગૃહ) તથા વૃદ્ધાશ્રમ ખાતે પહોંચી હતી. જ્યાં સૌ લોકોએ દિવ્ય અને અલૌકિક વાતાવરણમાં કળશના વધામણા કર્યા હતા અને કળશના દર્શન અને પૂજન કરીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માહિતી મેળવી હતી.