મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં આવેલ સોમનાથ સોસાયટીમાં તીરૂપતી હોમસ્ટન એપાર્ટમેન્ટમાં રહેતા ત્રીવેણીબેન ચીરાગભાઈ બાવરવા ઉ.32 નામના પરિણીતાએ કોઈ કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, મૃતક ત્રિવેણીબેનના પાંચ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું અને એક સંતાન હોવાનું પોલીસની પ્રાથમિકે તપાસમાં બહાર આવ્યું છે.