ચોરીના બનાવોને પગલે સામાજિક કાર્યકરનીએ ડિવિઝન પીઆઈને રજૂઆતમોરબી : મોરબીના લાયન્સનગરમાં રાત્રીના સમયે પેટ્રોલિંગ કરવા તથા હોમગાર્ડ મુકવાની માંગ સાથે સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારી દ્વારા એ ડિવિઝન પીઆઈને રજુઆત કરવામાં આવી છે.આ રજુઆતમાં સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારી દ્વારા જણાવાયુ છે કે શિયાળાનો માહોલ હોય રાત્રિ લાંબી થતી હોય, ત્યારે ઠંડીમાં સૌ પોતાના ઘરમાં સૂતા હોય છે. તસ્કરોને ચોરી કરવામાં સગવડ પડે છે. શનાળા બાયપાસ પાસે આવેલ વોર્ડ નંબર 11માં લાયન્સનગરમાં હમણાં સાગર મનજીભાઈ નામના વ્યક્તિનું બાઈક ચોરાયું હતું. તેમજ શનાળા રોડ ઉપર શ્રીજીનગરમાં ચોરીનો બનાવ બનેલ હતો. આ વિસ્તાર છેવાડાનો હોય અને અનેક સોસાયટી તેમજ વાડી વિસ્તાર આવેલ હોય ત્યાં રાત્રિના સમયે નાઈટ પેટ્રોલિંગ અથવા હોમગાર્ડ મુકવાની માંગ છે.