મોરબીના રફાળેશ્વર ગામે બનેલા અરેરાટી ભર્યા બનાવમાં યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ મોરબી : મોરબીના રફાળેશ્વર ગામે આવેલ મંદિરના ક્વાટર્સમાં રહેતી યુવતીને પિતા સાથે ઝઘડો થતા મનમાં લાગી આવતા એસિડ ગટગટાવી લઈ બાદમાં ગળેફાંસો ખાઈ લેતા સારવાર દરમિયાન યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું.અરેરાટીભર્યા બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રફાળેશ્વર ગામે આવેલ મંદિરના ક્વાટર્સમાં રહેતી જાગૃતીબેન ગજાનંદભાઇ જોષી ઉ.23 નામની યુવતીને પિતા સાથે ઝઘડો થતા મનમાં લાગી આવતા એસિડ ગટગટાવી લઈ બાદમાં ગળેફાંસો ખાઈ લેતા પ્રથમ મોરબી બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.