મોરબી : મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા મોરબીમાં મહારાજા મહેન્દ્રસિંહજી ક્રિકેટ ટુર્નામેન્ટ- 2024નું આયોજન કરવામાં આવ્યું છે.રાજપૂત સમાજમાં એકતા વધે, સમાજ એક તાંતણે બંધાય અને એકબીજાને દરેક કામમાં મદદરૂપ થઈ શકાય તેવા ઉદ્દેશ સાથે મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા મોરબી જિલ્લામાં વસતા રાજપૂત સમાજ માટે મહારાજા મહેન્દ્રસિંહજી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 30 ડિસેમ્બર એટલે કે આવતીકાલથી મોરબી એલ. ઈ. કોલેજના ગ્રાઉન્ડ ખાતે સવારે 8 કલાકેથી શરૂ થશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજપૂત સમાજના લોકોને હાજરી આપવા મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઉદેસિંહ ઝાલા (અદેપર) અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજા (વિરપરડા)એ આમંત્રણ પાઠવ્યું છે.