મોરબી : મોરબીમાં લીલાપર રોડ ઉપર મુખ્યમંત્રી આવાસ યોજનામાં સ્વ.લતાબેન ચંદ્રકાન્તભાઈ દફ્તરીના સૌજન્યથી તા.31ને રવિવારના રોજ સવારે 9:30 થી 12:30 દરમિયાન એક દિવસના ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને ત્રણ દિવસની દવાઓ ફ્રી પણ આપવામાં આવશે. ડાયાબિટીસ ટેસ્ટ અને બીપી ચેક પણ કરી આપવામાં આવશે. આ કેમ્પમાં ડો. હસ્તી આઈ. મહેતા દ્વારા ફ્રી સેવામાં આવશે.