મોરબી : મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોરબી, વાંકાનેર અને ટંકારામાં ૧ જાન્યુઆરીથી બે મહિના સુધી મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાન ફેરવવામાં આવશે. જેના થકી લોકોમાં ઇવીએમ અને વિવિપેટ અંગે જાગૃતિ લાવવામાં આવશે. આ અંગે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું કે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીની સુચનાથી લોકોમાં ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય તથા જાગૃતિ વધે તે માટે ૬૫- મોરબી વિધાનસભા મતદારવિભાગ, ૬૬-ટંકારા વિધાનસભા મતદારવિભાગ, ૬૭- વાંકાનેર વિધાનસભા મતદારવિભાગમાં આવેલ તમામ મતદાન મથકો તથા શહેરના મુખ્ય ભીડભાડ વાળા સ્થળો જેમ કે, શાક માર્કેટ, મોટો ચોક, બસ સ્ટેન્ડ વિગેરેમાં ૧ જાન્યુઆરીથી ૨૯ ફેબ્રુઆરી સુધી મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાન ફેરવવામાં આવશે. જેમાં લોકોને ઇવીએમ અને વિવિપેટથી માહિતગાર કરવામાં આવશે.મોરબી જિલ્લાની હેડ ક્વાર્ટર કચેરી, સબ-ડીવીઝન કચેરી ખાતે ઈવીએમ નિદર્શન કેન્દ્ર બનાવવામાં આવશે. જયા લોકોને ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય તથા જાગૃતિ વધારવા માટે કામગીરી કરવામાં આવશે. જેથી તા.૦૧/૦૧/૨૦૨૪ થી ૨૯/૦૨/૨૦૨૪ સુધી મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન અને ઈવીએમ નિદર્શન કેન્દ્રની વધુમાં વધુ લોકો મુલાકાત લે અને લોકો ઈવીએમ-વીવીપેટનું જ્ઞાન અર્જિત કરે તેવી મોરબી જિલ્લાના તમામ નાગરિકોને અપીલ છે.