વાંકાનેર : વાંકાનેરની ભાટીયા સોસાયટી કુમાર પ્રા. શાળામાં નવી બની રહેલ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત વિદ્યાર્થીઓ પાર્થિવ, અશરફ ,હિરેન, ઋષિત, માનવના હસ્તે કરવામા આવ્યું હતું. આ શુભ પ્રસંગમાં વાંકાનેર ટીપીઇઓ મંગુભાઇ પટેલ, તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા, તાલુકા પંચાયતના સભ્ય મહાવીરસિંહ ઝાલા, BRC મયુરસિંહ પરમાર, શિક્ષક મંડળીના પ્રમુખ હસુભાઈ, ગામના આગેવાનો ટીનુભા જાડેજા, હરિશસિંહ ઝાલા, કિશોરસિંહ ઝાલા, SMCના તમામ હોદેદારોની હાજરીમાં ગોર મહારાજ ગોપાલ પંડ્યા દ્વારા વિધિ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય મનસુખભાઈ વાસિયાણી દ્વારા કરવામાં આવ્યું હતું.