મોરબી : મોરબીના લીલાપર ગામે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં અયોધ્યાથી આવેલ પુજીત અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ સ્વાગત સામૈયામાં લીલાપર ગામના પનોતા પુત્ર અને ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ઉપરાંત લીલાપર ગામના સરપંચ મનુભાઈ દેત્રોજા, ઉપસરપંચ વલ્લભભાઈ દેથરીયા, પૂર્વ સરપંચ મુકેશભાઈ શેરસીયા, જયંતીભાઈ દેથરીયા, નિલેશભાઈ દેથરીયા, રમેશભાઈ દેત્રોજા, ચુનીભાઇ દેત્રોજા, તથા મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતા અને વાજતે ગાજતે સામૈયા કરવામાં આવ્યા હતા.