લાઈફ કોચ હેતલ હિંગરાજીયા લેખિત મેમરી પાવર પ્રેક્ટિસ વર્ક બુક પુસ્તકનું વિમોચન પણ કરાશેમોરબી : મોરબીમાં આવતીકાલે તારીખ 29 ડિસેમ્બર ને શુક્રવારે સાંજે 7 થી 9 વાગ્યા દરમિયાન સર્વે શિક્ષકો માટે લાઈફ કોચ એજ્યુકેશનાલિસ્ટ અને ઓથર હેતલ હીંગરાજીયાનો નિઃશુલ્ક સેમિનાર યોજાશે. આ સાથે હેતલ હિંગરાજીયા લિખિત મેમરી પાવર પ્રેક્ટિસ વર્ક બુકનું વિમોચન પણ કરવામાં આવશે.મોરબીમાં આવતીકાલે એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે એક યુનિક પ્રોગ્રામ યોજનાર છે. લાઈફ કોચ, એજ્યુકેશનાલિસ્ટ અને ઓથર હેતલ હિંગરાજીયા દ્વારા મોરબીની ન્યૂ એરા સ્કૂલની બાજુમાં રવાપર ધુનડા રોડ પર ઉજ્જવલ ફાર્મ ખાતે યુનિવર્સલ લો ઓફ સાયન્સ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજા, મંત્રી નરેશભાઈ સાણજા ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેસનના પ્રમુખ પી.ડી. કાંજીયા, માળીયા-મીયાણા ભાજપ મહામંત્રી મનીષભાઈ કાંજીયા, જુના ઘાંટીલાના સરપંચ ઉમેશભાઈ જાકાસણીયા, લક્ષ્મીવાસના સરપંચ પ્રાણજીવનભાઈ કાવર અને એચ.વી.રાંકજા (માળીયા-મીયાણા) હાજરી આપશે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે સવારે 6-30 થી 6-55 સુધીમાં રૂબરૂ રજિસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે અને કાર્યક્રમ બાદ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.