મોરબી : મોરબી નગરદરવાજા પાસે આવેલ શાકમાર્કેટ નજીક જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી જાવીદભાઈ યુનુસભાઈ ખોખર રહે.મોરબી સિપાઈ વાસ વાળાને વરલી મટકાના સાહિત્ય અને રોકડા રૂપિયા 500 સાથે પોલીસે ઝડપી લીધો હતો. સાથે જ પોલીસના હાથે ઝડપાયેલા આરોપીએ આ વરલી મટકાના આંકડાની આરોપી અવેશભાઈ અયુબભાઈ કાસમાણી રહે.કબીર ટેકરી પાસે કપાત કરાવતો હોવાની કબૂલાત આપતા સીટી એ ડિવિઝન પોલીસે બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.