ટંકારા : ટંકારા - રાજકોટ રોડ ઉપર ખીજડીયા ચોકડી પાસે પાણીના વહેણ ઉપર ગેરકાયદે બાંધકામ કરવાની સાથે ટંકારા સીવીલ હોસ્પીટલ પાસે મડદા ઘરના આગળના ભાગે ગેરકાયદેસર બાંધકામ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે.ટંકારા - રાજકોટ રોડ ઉપર ખીજડીયા ચોકડી પાસે પાણીના વહેણ ઉપર ગેરકાયદે બાંધકામ કરવાની સાથે ટંકારા સીવીલ હોસ્પીટલ પાસે મડદા ઘરના આગળના ભાગે ગેરકાયદેસર બાંધકામ કરનાર આરોપી આમદભાઇ નુરાભાઇ ઘાચી વિરુદ્ધ સરકારી કર્મચારી દિલીપભાઈ ચકુભાઈ પાલરીયાએ ટંકારા પોલીસ મથકમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો રજીસ્ટર કરી તપાસ શરૂ કરી છે.