તુલસી દિવસ નિમિતે વિનામૂલ્યે તુલસીના રોપાનું વિતરણ કરાયુંમોરબી : મોરબીમાં આવેલી રેઇન્બો પ્રિ સ્કૂલમાં આજે 25 ડિસેમ્બરના રોજ તુલસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દ્વારા નાના નાના ભૂલકાઓ અને વાલીઓમાં તુલસી પ્રત્યે જાગૃતિ લાવવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.આજે તુસલી દિવસ નિમિતે પ્રિ સ્કૂલમાં સુંદર પ્રદર્શની ગોઠવવામાં આવી હતી જેમાં ભારતીય શિક્ષણ વ્યવસ્થા ઉપર પણ ઘણો ભાર આપવામાં આવ્યો હતો. સાથે સાથે તુલસી વિશેની રોચક વાતો અને તેનું મહત્વ તેમજ ઉપયોગો દર્શાવવામાં આવ્યા હતા. તુલસી ની પૂજા કરવામાં આવી અને બાળકોએ તુલસીનું મહત્વ સમજાવ્યું હતું.આ સાથે વિનામૂલ્યે સૌને તુલસીના રોપાનું વિતરણ કરી અને લોકોને તુલસી પૂજન માટેનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. એક તુલસી સેલ્ફી પોઇન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તુલસી દિવસની ઉજવણીનો 500 જેટલા લોકોએ લાભ લીધો હતો અને સૌને તુલસી પ્રસાદ આપવામાં આવ્યો હતો.