પોલીસે કારનો પીછો કરી હરીઓમ સોસાયટીના મેઇન ગેટ પાસેથી 213 બોટલ દારૂ પકડ્યો, કાર ચાલક નાસી ગયોમોરબી : મોરબી તાલુકા પોલીસે ગતરાત્રીના ફિલ્મી સ્ટાઈલથી એક કારનો પીછો કરી ઘુંટ ગામની રામકો સોસાયટી નજીકથી હ્યુન્ડાઇ આઇ ટવેન્ટી કારમાંથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, પોલીસે કારનો પીછો કરતા કાર ચાલક કાર રેઢી મૂકીને નાસી ગયો હતો.થર્ટી ફર્સ્ટમા દારૂની રેલમછેલ રોકવા મોરબી તાલુકા પોલીસ સતર્ક બની છે ત્યારે ગતરાત્રીના મોરબી તાલુકા પોલીસ ટીમને સચોટ બાતમી મળી હતી કે, ઘૂંટુ તરફથી એક વિદેશી દારૂ ભરેલી કાર મહેન્દ્રનગર ચોકડી તરફ આવનાર છે, જે બાતમીને આધારે પોલીસે મોરબી તાલુકાના રામકો સોસાયટી પાસે અલગ-અલગ વોચ તપાસમાં ગોઠવાયેલ હતા. તે દરમ્યાન હકીકતવાળી આઇ-20નો ચાલક પોતાની કાર લઈ નીકળતા તેને કાર ઉભી રાખવા ઇશારો કરતા કાર ચાલક પોતાની કાર લઈ નાસવા જતા પોલીસે ફિલ્મી સ્ટાઈલથી કારનો પીછો કરતા કાર ચાલક ઘૂંટ ગામની સીમ, હરીઓમ સોસાયટી પાસે કાર મુકી ટ્રાફીકનો લાભ લઇ અંધારામાં નાસી ગયો હતો.વધુમાં પોલીસે કાર પાસે પહોંચી જોતા કારમાં પાછળની સીટમાં ઇંગ્લીશ દારૂની બોટલો ભરેલ હોવાનું સામે આવતા તલાશી લેતા કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની કુલ 213 બોટલ કિંમત રૂપિયા 1,92,570નો મુદ્દામાલ મળી આવતા GJ-21-BC-1509 નંબરની 2 લાખની કિંમતની કાર કબ્જે કરી પોલીસે કાર રેઢી મુકી નાસી જનાર આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.આ સફળ કામગીરી મોરબી તાલુકા પોલીસ ઇન્સપેકટર કે.એ.વાળા પીએસઆઇ વી.જી.જેઠવા, આર્મ એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સટેબલ દિનેશભાઈ બાવળીયા, અજીતસિંહ પરમાર, વનરાજભાઇ ચાવડા, હરેશભાઇ આગલ, પોલીસ કોન્સટેબલ રમેશભાઈ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, કેતનભાઇ અજાણા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા, દિપસિંહ ચૌહાણ અને યશવંતસિંહ ઝાલા સહિતના સ્ટાફે કરી હતી.