1989-90ની બેચના વિદ્યાર્થીઓનું રિયુનિયન કાર્યક્રમ યોજાયોમોરબી : મોરબીના ધ વીસી ટેકનિકલ હાઈસ્કુલના 1989-90 બેચના વિદ્યાર્થીઓનો રિયુનિયન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.મોરબી વીસી ટેક્નિકલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ચૂકેલા 1989-90 બેચના વિદ્યાર્થીઓએ પરિવાર સાથે હાજર રહી ભૂતકાળ વાગોળ્યો હતો. આ રીયુનિયનમાં શાળાના જુના દિવસો ઉપસ્થિત લોકોએ યાદ કરી ભાવુક થયા હતા. આ ફેમિલી કાર્યક્રમમાં રાજકોટના એંકર હિરલ ગાઠાએ ડીજે પ્લેયર ગૌરવ સાથે અવનવી ગેમ્સ રમાડી હતી તેમજ સંગીતના સથવારે ગરબા રમ્યાં હતા. તેમજ કાર્યક્રમમાં ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ચેતનભાઈ સવેરા, અમિતભાઈ હળવદીયા (કાનો) , પરેશભાઈ મહેતા તેમજ અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી. બહાર ગામથી પરિવાર સાથે આવેલા વિદ્યાર્થીઓએ કાર્યક્રમને ખુબ જ ઉત્સાહથી માણ્યો હતો.