મોરબી : ગુજરાત ગેસ મોરબી જિલ્લાના હેડ કમલેશભાઈ કંટારીયાને પીએચડીની પદવી મળતા મોરબી સિરામિક એસોસિએશને કમલેશભાઈ કંટારીયાને શુભેચ્છા પાઠવી છે.તારીખ 23 ડિસેમ્બરના રોજ ગુજરાત ગેસ મોરબી જિલ્લાના હેડ કમલેશભાઈ કંટારીયાએ મેનેજમેન્ટ વિષય, સ્પેશ્યલાઈઝેશન ફાઈનાન્સમાં પીએચડી પૂર્ણ કરી પીએચડીની પદવી મેળવતા મોરબી સિરામિક એસોસિએશન દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. કમલેશભાઈ કંટારીયાએ આ પહેલા M.Sc. MBA, CFA, CFM MFA જેવી ડિગ્રી પ્રાપ્ત કરી હતી. મોરબી સિરામિક એસોસિએશને ડો. કમલેશભાઈ કંટારીયાને અભિનંદન પાઠવ્યા છે અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને એમના જ્ઞાન દ્વારા સમાજની સેવા અને પરમાર્થ કાર્ય કરી શકે એવી શુભેચ્છાઓ પાઠવી છે. આ પદવીદાન સમારોહમાં પદ્મશ્રી એસ કિરણકુમાર (ભૂતપૂર્વ ચેર પર્સન ઓફ ઈસરો) અને અસાંગ દેસાઈ (માસ્ટેક કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર) ચીફ ગેસ્ટ તરીકે હાજર રહ્યા હતા.