ઠાકોર સમાજના પરિવારના સભ્યો ધોકા, હથિયાર સાથે સામસામે આવી ગયા હળવદ : હળવદ તાલુકાના મંગળપુર ગામે જમીનના ડખ્ખામાં એક જ કુટુંબના સભ્યો વચ્ચે બોલાચાલી થયા બાદ બે પક્ષ ધોકા હથિયારો સાથે સામસામે આવી જતા જમીનના ઝઘડામાં કુલ આઠ લોકો ઘાયલ થતા બે સભ્યોને મોરબી એકને સુરેન્દ્રનગર અને પાંચ સભ્યોને હળવદ સારવારમાં ખસેડવામાં આવ્યા છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના મંગળપુર ગામે જમીનના ડખ્ખામાં એક જ કુટુંબના સભ્યો વચ્ચે બોલાચાલી થયા બાદ બે પક્ષ ધોકા હથિયારો સાથે સામસામે આવી જતા આ ઝઘડામાં એક તરફે રાણાભાઈ રામજીભાઈ ઠાકોર, ક્રિષ્નાભાઈ રાણાભાઈ, અવચરભાઈ રામજીભાઈ, જયાબેન અવચરભાઈ, ડિમ્પલબેન અવચરભાઈ અને શારદાબેન રાણાભાઈને ઈજાઓ પહોંચી હતી જયારે સામાપક્ષે અનિલભાઈ ઠાકરશીભાઈ ઠાકોર અને ભારતીબેન અનિલભાઈ ઠાકોરને ઈજાઓ પહોંચતા અનિલભાઈને વધુ ઈજાઓ પહોંચતા સુરેન્દ્રનગર સારવારમાં ખસેડવામાં આવ્યા છે.