મોરબી : મોરબી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ અને પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા 18 મી ફેબ્રુઆરીએ સાતમો સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે.મોરબી પ્રજાપતિ જ્ઞાતિ અને પ્રજાપતિ યુવા સંગઠન મોરબી દ્વારા આગામી તારીખ 18 ફેબ્રુઆરી ને રવિવારે સાતમા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના નવલખી રોડ પર રોકડીયા હનુમાન પાસે બાગબાન પાર્ટી પ્લોટ ખાતે યોજાનાર આ સમૂહ લગ્નોત્સવમાં 24 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે. કરિયાવર આપવા ઈચ્છતા દાતાઓએ તારીખ 31 જાન્યુઆરી 2024 સુધીમાં નામ અને દાનની રકમ નોંધાવી દેવા જણાવાયું છે. કરિયાવરની નોંધણી માટે અમિત કે.મચ્છોયા મો.નં. 94282 77707, ભરત એલ. જાદવ મો.નં. 98987 19251 પર સંપર્ક કરવા જણાવાયું છે.