મોરબી : મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં લાઈફ સ્કીલ ડેવલપમેન્ટના નૂતન સંકલ્પનાને સાકાર કરવા ટ્રસ્ટી રૂપલબેન પનારા, આચાર્ય હર્ષદભાઈ ઉભડીયા, ધર્મેશભાઈ કંઝારીયા તેમજ સ્ટાફમિત્રો દ્વારા બાળમેળો અને લાઈફ સ્કીલ મેળાનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓના જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો કેળવાય, ક્રિયાશીલતા અને જિજ્ઞાષા પોષાય તેવા હેતુથી ગીતાંજલી વિદ્યાલયમાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ પોતાની કુશળતા વિકસાવવા અલગ અલગ ચીજવસ્તુ અને ખાણી-પીણીના સ્ટોલ બનાવી પોતાનામાં રહેલી આવડતને વેપાર-વાણિજય ક્ષેત્રે વિકસાવી હતી. વાલીગણ દ્વારા તથા આજુબાજુના લોકોએ બહોળી સંખ્યામાં આ મેળાની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓના પ્રયાસથી આ આનંદમેળો સફળ રહ્યો હતો.