ટંકારા : ટંકારા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલ પડતર જિનમાં વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી વિદેશી દારૂની 24 બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.જ્યારે વિદેશી દારૂના સપ્લાયર એવા મોરબીના શખ્સને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે ટંકારા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલ પડતર જિનમાં દરોડો પાડી આરોપી અરશદ ઉર્ફે સદામ લિયાકતભાઈ ઉમરીયા રહે.ટંકારા વાળાને વિદેશી દારૂની 24 બોટલ કિંમત રૂપિયા 7680 સાથે ઝડપી લીધો હતો.વધુમાં આરોપીની પૂછપરછમાં દારૂનો આ જથ્થો મૂળ હળવદ અને હાલ મોરબી રહેતા સીરાજ ઉર્ફે ભાણો ઉમરભાઈ જંગરી વાળા પાસેથી ખરીદ કર્યાની કબૂલાત આપતા એલસબી પોલીસે ટંકારા પોલીસ મથકમાં બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.