મોરબી : મોરબીની નાની કેનાલ પંચાસર રોડ ઉપર સગીર વયના બાળક ઉપર બિલ્ડિંગના ત્રીજા માળેથી લોખંડનો સળિયો કાળ બનીને ત્રાટકતા સગીરનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નાની કેનાલ પંચાસર રોડ ઉપર આવેલ સનરાઈઝ પાર્કમાં પવનસુખ પેલેસ પાસે આરીફ સકુરભાઈ સંઘવાણી ઉ.15 રહે. માળીયા મિયાણા નામના બાળક ઉપર બિલ્ડીંગના ત્રીજા માળેથી સળિયો પડતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યું નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મૃતક બાળકના પિતાએ આપેલ જાણકારી મુજબ અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.