મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ શ્રીજીનગરમાં તસ્કરોએ રહેણાંક મકાનને નિશાન બનાવી 53 હજારની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ શ્રીજીનગરમાં તસ્કરોએ અલ્કાબેન દિનેશભાઇ ચેતાના મકાનનો દરવાજાનો નકુચો તાળા સહીત તોડી ઘરમા પ્રવેશ કરી કબાટનો લોકતોડી સોનાનો ચેઇન તથા સોનાની પેન્ડલ બુટી તથા ચાંદીની લકી, ,ચાંદીના સાંકળા, ચાંદીની પ્યાલી તથા ચાંદીની વાટકી તથા રૂદ્રાક્ષ નુ પેન્ડલ ચાંદીનુ મળી કુલ રૂ.48000 તથા રોકડ રૂ.5000 મળી કુલ રૂ.53 હજારની ચોરી કરી જતા અજાણ્યા ઈસમો વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.