મોડીરાત્રે સેન્ટ્રલ જીએસટીની ટીમોએ કરેલી કાર્યવાહી : લેપટોપ,કોમ્પ્યુટર સહિતનું સાહિત્ય કબ્જે લેવાયુ મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો સિરામીક ફેકટરીમાં ગત મોડીરાત્રે જીએસટી વિભાગની ટીમ દ્વારા શંકાસ્પદ વ્યવહારોની શંકાએ સર્ચ સર્વે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને કંપનીમાંથી લેપટોપ,કોમ્પ્યુટર સહિતનું સાહિત્ય કબ્જે લેવાયુ હોવાની વિગતો બહાર આવી છે.જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો સીરામીક ફેકટરીમાં ગતરાત્રીના સેન્ટ્રલ જીએસટી વિભાગના એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા શંકાસ્પદ વ્યવહારોની આશંકાએ સર્ચ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવતા સીરામીક લોબીમાં ગભરાટ ફેલાયો હતો.સેન્ટ્રલ જીએસટીની ટીમોએ શંકાને આધારે સોરીસો સીરામીક ફેક્ટરીની ઓફિસમાંથી હિસાબી સાહિત્ય તેમજ લેપટોપ,કોમ્પ્યુટર સહિતની સામગ્રી કબ્જે લીધી હોવાનું જાણવા મળે છે.