મોરબી : મોરબી તાલુકા કક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધા સરસ્વતી શિશુ મંદિર શનાળા ખાતે યોજાય હતી. જેમાં ૯ થી ૧૮ વર્ષના ભાઈઓની સ્પર્ધામાં શક્ત શનાળા ગામની સરસ્વતી શિશુ મંદિરના ધો.૪નો વિદ્યાર્થી અઘારા ભવ્યકુમાર અરવિંદભાઈએ પ્રથમ નંબર મેળવી શાળા તથા મોરબી તાલુકાનું ગૌરવ વધાર્યું છે હવે ભવ્ય કુમાર તા. ૨૬ ડિસેમ્બરના રોજ જિલ્લા કક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા જશે.