મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી લાયન્સનગર પ્રાથમિક શાળામાં ગઈકાલે તારીખ 22 ડિસેમ્બર ને શુક્રવારના રોજ ગીતા જયંતી તેમજ રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.હિન્દુ ધર્મના ધાર્મિક ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાની જયંતી નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભગવદ્ ગીતાજીના પંદરમાં અધ્યાયનું પારાયણ કરવામાં આવ્યું હતું. તેમજ ગણિત વિષયમાં વિદ્યાર્થીઓની રસ રુચિ વધે તે હેતુથી ડૉ. શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતી એટલે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હ તી. જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક વિવિધ ગાણિતિક મોડેલ્સ, ગાણિતિક કોયડાઓ, ATM મશીન, ભૌમિતિક આકારો, વૈદિક ગણિત, ઘડિયા અને ગણિત ગમ્મત રજુ કર્યા હતા. શાળાના આચાર્ય દ્વારા બાળકો અને માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.