મોરબી : મોરબીના થોરાળા ગામે રામ ફાર્મ ખાતે અખંડ રામધૂન ચાલતી હોય જ્યાં મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 11 વર્ષથી નાથા ભગત પ્રેરિત થોરાળા ગામે રામ ફાર્મ ખાતે 48 કલાક અખંડ રામધૂન ચાલી રહી છે. જ્યાં મોરબી જિલ્લાના કલેકટર જી.ટી. પંડ્યા તેમના પત્ની તથા તેમના સસરાએ ખાસ હાજરી આપી હતી. તેમજ મનજીભાઈ અંબાણી તથા પ્રભુભાઈ ગામી વગેરે આયોજકોને આ કાર્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા.