તેઓ ઉત્તર પ્રદેશમાં જમીન સુધારણાના મુખ્ય ઘડવૈયા હતા, જમીનદારી પ્રથા નાબૂદ કરાવી હતીમોરબી : ભારતના પાંચમાં વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે ૨૩ ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. ચૌધરી ચરણસિંહજીની જન્મજયંતિ સમગ્ર ભારતમાં ૨૦૦૧થી ઉજવવામાં આવે છે. દર વર્ષે કિસાન દિવસના અવસરે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમો ખેડૂત સમુદાય પર નોંધપાત્ર અસર કરે છે અને તેમની આકાંક્ષાઓ અને માંગણીઓને અવાજ આપવા માટે પ્લેટફોર્મ પ્રદાન કરે છે. કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને તેમના ઉત્પાદનને મહત્તમ કરવામાં મદદરૂપ થવા ટેકનોલોજી અને વિજ્ઞાનમાં નવીનતમ પ્રદર્શન કરે છે.ભારત મુખ્યત્વે કૃષિ આધારિત દેશ છે, રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા અને ભારતના નાગરિકો ખેડૂતો પર દેશના વિકાસને ટકાવી રાખવા માટે મોટો આધાર રાખે છે. ભારતના લગભગ અડધા ગ્રામીણ પરિવારો ખેતીમાં હિસ્સો ધરાવે છે.૨૦૧૯ સિચ્યુએશન એસેસમેન્ટ સર્વે (SAS) અનુસાર, ગ્રામીણ ભારતમાં ૯૩.૧ મિલિયન કૃષિ પરિવારો છે. 'ખેતરમાં અથવા બાગાયતી પાકો, પશુધન અથવા રૂ. ૪૦૦૦ કરતાં વધુ મૂલ્યની અન્ય નિર્દિષ્ટ કૃષિ પેદાશોનું ઉત્પાદન કર્યું હોય અને સર્વેક્ષણ પહેલાના ૩૬૫ દિવસમાં કૃષિમાં સ્વરોજગાર ધરાવતા સભ્ય હોય તેમને કૃષિ પરિવાર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.' આ કૃષિ પરિવારોના ઉત્થાનના પાયામાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રીનું અનન્ય યોગદાન છે.ચૌધરી ચરણસિંહનું જીવન કવનચૌધરી ચરણસિંહનો જન્મ ૨૩ ડિસેમ્બર,૧૯૦૨ના રોજ ઉત્તર પ્રદેશમાં એક મધ્યમ વર્ગના ખેડૂત પરિવારમાં થયો હતો. મહાત્મા ગાંધીના અહિંસાના વિચારથી પ્રભાવિત થઈને તેમણે સ્વતંત્રતા ચળવળમાં પ્રવેશ કર્યો. આઝાદી પછી, તેમણે પોતાને ગ્રામીણ વિસ્તારોમાં સમાજવાદ સાથે જોડ્યા હતા.તેઓ ઉત્તર પ્રદેશમાં જમીન સુધારણાના મુખ્ય ઘડવૈયા હતા. તેમણે જમીનદારી પ્રથા નાબૂદ કરાવી હતી. તેમણે દેવુમુક્તિ વિધેયક ૧૯૩૯ની રચના અને અંતિમ સ્વરૂપમાં આગળ પડતો ભાગ લીધો, આ વિધેયકે ગ્રામીણ દેવાદારોને મોટી રાહત આપી હતી.ભારતના કૃષિ સુધારામાં ભૂતપૂર્વ વડાપ્રધાનનું યોગદાન સીમા ચિહ્નિત રૂપ છે. ચૌધરી ચરણસિંહને સમગ્ર દેશમાં ખેડૂતોના ઉત્થાન અને કૃષિના વિકાસ માટેના તેમના કાર્ય માટે 'ભારતના ખેડૂતોના ચેમ્પિયન'નો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમણે ખેડૂતોના ઉત્થાન પર અનેક પુસ્તકો પણ લખ્યા છે, જે પૈકી - 'જમીનદારી નાબૂદી', 'સહકારી ખેતી', 'પ્રિવેન્શન ઓફ ડિવિઝન ઓફ હોલ્ડિંગ્સ બિલો અ સર્ટેઈન મિનિમમ' મુખ્ય છે.