હળવદ : દરેક દાનની જેમ લોહીનું દાન પણ ઉત્તમ છે.લોહીનું એક એક ટીપુ કીમતી છે જે કોઈની જિંદગી બચાવી શકે છે. રક્તદાન એ જ આજના યુગનું મહાદાન છે. જેને લઇ આજે ધાંગધ્રા ખાતે બ્લડ ડોનેટ ગ્રુપ તેમજ એસટી ડેપોના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 40 વ્યક્તિઓ દ્વારા રક્તદાન કર્યું હતું.હાલ વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા સ્વછતા અભિગમ અપનાવી સેવાકીય પ્રવૃત્તિનો આદર્શ અભિગમ અપનાવ્યો છે.જેના ભાગ રૂપે આજે ધ્રાંગધ્રા એસ.ટી ડેપો અને ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા એસ.ટી વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે યાત્રી ગણ પણ રક્તદાન કેમ્પમાં જોડાઈને 40 યુનિટ રક્ત એકત્રિત કર્યું હતું.આ બ્લડ પ્રસુતાં મહિલાઓ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોના ઈલાજ માટે હાલમાં જ શ્રી સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રાના સહકાર થી શરુ થયેલ શ્રી રામ લેબમાં અર્પણ કરવામાં આવ્યું હતું.શ્રી રામ લેબ દ્રારા લોહીની આકસ્મિક જરૂરિયાતમાં આજે રક્તદાન કરેલ તમામ રક્તદાતાના પરિવાર માટે આવતા ચાર મહિના સુધી લોહીની બોટલ તત્કાલ અને ફ્રી આપવામાં આવશે.ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડ ખાતે યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા,પૂર્વ મંત્રી આઈ.કે જાડેજા,તેમજ ધ્રાંગધ્રા ભાજપ સંગઠનના હોદ્દેદારો સહીત એસ.ટી ડેપો ના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.રક્તદાન કરનાર સૌવ રક્તદાતાઓને સર્ટિફિકેટ,શિલ્ડ અને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.