મોરબીથી રિટેઇલ શો-રૂમ કરીને દેશના વિવિધ શહેરોમાં ફ્રેન્ચાઇઝી ખોલાશે : વિયેતનામ, તાઇવાન અને ચીનથી ઇમ્પોર્ટેડ પ્લાન્ટની 500થી વધુ વેરાયટી એક જ સ્થળેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હવે ઘર કે ઓફિસ સજાવટ માટે ઘરઆંગણે જ એક આગવી સવલત મળવાની છે કારણકે શહેરના સૌપ્રથમ આર્ટિફિશિયલ પ્લાન્ટના શો રૂમ સ્કાયગ્રીન વેન્ચર્સનો આગામી રવિવારથી શુભારંભ થવાનો છે.મોરબીમાં રવાપર રોડ ઉપર બાપાસીતારામ ચોક ખાતે સ્કાયગ્રીન વેન્ચર્સ એલએલપી કાર્યરત થશે. જેની ઓપનિંગ સેરેમની તા. 24ને રવિવારના રોજ સાંજે 6 વાગ્યે યોજાશે. આ શો-રૂમ એ રિટેઇલ શો રૂમ હશે. ત્યારબાદ દેશના વિવિધ શહેરોમાં ફ્રેન્ચાઇઝી શો રૂમ પણ શરૂ કરવામાં આવશે.આ શો રૂમમાં આર્ટિફિશિયલ પ્લાન્ટમાં 1 ફૂટથી લઈને 8 ફુટ સુધીના પ્લાન્ટ મળશે. જેમાં 500 થી વધુ વેરાયટી હશે. અહીં તમામ પ્રોડક્ટ વીએતનામ, તાઇવાન અને ચીનથી ઈમ્પોર્ટ કરેલી હશે. હાલ ઘર કે ઓફિસમાં રિયલ પ્લાન્ટનું ડેકોરેશન માવજતના અભાવે તેમજ બીજી સમસ્યાઓના કારણે શક્ય બની શકતું નથી. ત્યારે અહીંના આર્ટિફિશિયલ પ્લાન્ટ કુદરતી પ્લાન્ટ કરતા પણ દેખાવમાં ચડિયાતા લાગશે.ઉલ્લેખનીય છે કે આ નવું સાહસ સ્કાયલાઈન ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવનાર છે. આ ગ્રુપ સામાકાંઠા વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે. જે સિરામિક અને પેકેજીંગ મશીનરી ઈમ્પોર્ટ માટે ખૂબ પ્રખ્યાત છે.સ્કાયગ્રીન વેન્ચર્સબાપાસીતારામ ચોક,રવાપર રોડ, મોરબી