હળવદ : આજરોજ હળવદ શહેરમાં આવેલ શિશુ મંદિર ખાતે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આયોજિત અક્ષત કળશ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.આમતો હળવદ તાલુકાના ૭૨ ગામો છે પરંતુ નવા અને જુના ગામો મળી કુલ ૮૧ થાય છે તે તમામ ૮૧ ગામોને અક્ષત કળશ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.ત્યારે આ કાર્યક્રમમાં હળવદ તાલુકાના તમામ ગામો માંથી રામ ભક્તો ઉમટી પડ્યા હતા.આગામી તારીખ ૧ જાન્યુઆરી થી ૧૫ જાન્યુઆરી સુધી પૂજિત અક્ષત અને પ્રભુ શ્રી રામની છબી તેમજ ભગવાન શ્રી રામનો સંદેશ પ્રત્યેક ઘર સુધી પહોંચાડવાનું આયોજનના ભાગરૂપે આજરોજ આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.અને વિવિધ રચનાત્મક કાર્યક્રમો થકી ભગવાન શ્રી રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે અને દિવાળી જેવો માહોલ ગામો ગામ બનશે તેવો નિર્ધાર કરવામાં આવ્યો હતો.