હળવદ : આજ રોજ તારીખ 23 ડિસેમ્બરના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હળવદ તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં રાયધ્રા પ્રાથમિક શાળાના આચાર્ય રાજેન્દ્રભાઈ અશોકકુમાર વ્યાસે તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે.રાયધ્રા પ્રાથમિક શાળાના આચાર્ય રાજેન્દ્રભાઈ વ્યાસે હળવદ તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો છે. ત્યારે હવે તેઓ જિલ્લા કક્ષાએ હળવદ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. મોરબી જિલ્લા કક્ષાની સ્પર્ધા તારીખ 26 ડિસેમ્બરના રોજ મોરબી ખાતે યોજાશે. આ સિદ્ધિ બદલ રાજેન્દ્રભાઈ વ્યાસને ચોતરફથી શુભેચ્છાઓ મળી રહી છે.