મોરબી : એવન્યુ પાર્કમાં કુતરાઓ અને આખલાઓનો ત્રાસ હોય, કોઈ નિર્દોષ નાગરિક તેનો ભોગ બને તે પહેલાં કાર્યવાહી કરવા સ્થાનિકો દ્વારા નગરપાલિકાને રજુઆત કરવામાં આવી છે.ચંદ્રિકાબેન પંડ્યાએ રજુઆતમાં જણાવ્યું કે ગત તા.14ના રોજ રાત્રીના સમયે એવન્યુ પાર્કમાં ગરબી ચોક વિસ્તારમાં તેઓને કૂતરાએ ગોઠણના પાછળના ભાગમાં બચકું ભરતા ઇજાઓ પહોંચી હતી. આ વિસ્તારમાં કૂતરા અને સાથે આખલાઓનો અસહ્ય ત્રાસ છે.આ વિસ્તારમાં બાળકોને લઈને જતા વાલીઓમાં પણ ડર રહે છે. કોઈ અણબનાવ બને એ પૂર્વે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.