મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તારીખ ૨૩ના રોજ જુના ઘુંટુ વિસ્તારોમાં વિજપુરવઠો મેન્ટેનન્સના કામ માટે બંધ રાખવામા આવશે.વીજ મરામત કામગીરીને કારણે મોરબીના જુના ઘુંટુ રોડ એટોમ વિસ્તારમાં સવારે ૯:૦૦ થી ૧૧:૦૦ અને શોભેસ્વર ઇન્ડસ્ટ્રીયલ ૯:૦૦ થી ૧૬:૦૦( જુના ધુટુ રોડ તેમજ તેની આસપાસના વિસ્તારમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી) માં વીજ પુરવઠો બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે જેની ગ્રાહકોએ નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.