તિરંગા પતંગ સાથે હિંદુ દેવી-દેવતાઓની ફોટા વાળી પતંગ પણ બનાવવા પર પ્રતિબંધ મૂકો- ક્રાંતિકારી સેનામોરબી : મોરબી ક્રાંતિકારી સેના દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર મોરબી એસ.પી અને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને તિરંગાવાળા પતંગ અને હિંદુ દેવી-દેવતાઓના ફોટોવાળી પતંગ બનાવવા અને વેચવા પર પ્રતિબંધ મૂકવા માંગ કરી છે.ક્રાંતિકારી સેના મોરબી દ્વારા જણાવાયું છે કે, દર વર્ષે પતંગોમાં તિરંગા કલરવાળી અને હિંદુ દેવી-દેવતાના ફોટોવાળી પતંગી આકાશમાં ઉડતી હોય છે અને આ પતંગ કપાઈને જ્યાં ત્યાં ગંદકીમાં પડતી હોય છે. જેના કારણે તિરંગાનું અને દેવી-દેવતાઓનું માન-સન્માન જળવાતું નથી. તેથી ગત વર્ષે પણ ક્રાંતિકારી સેના દ્વારા આવી પતંગોના વેચાણ અને બનાવવા સામે વિરોધ નોંધાવ્યો હતો અને ઘણા દુકાનદારો તેમજ અધિકારીઓએ સાથ-સહકાર આપ્યો હતો. ત્યારે આ વર્ષે પણ આ પ્રકારની પતંગોનું ઉત્પાદન ન થાય તે માટે સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે અને આ પ્રકારની પતંગો બનાવવા પર પ્રતિબંધ લાદે જેથી રાષ્ટ્ર ભાવના અને હિંદુ ધર્મનું અપમાન થતું અટકે. આમ આ બાબતે ક્રાંતિકારી સેના મોરબી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.