મોરબી : મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે ફાટસર ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી નવલસીહ પ્રભાતસીહ જાડેજા, વસંતભાઇ ઓધવજીભાઇ કાસંન્દ્રા, પ્રવિણભાઇ રાધવજીભાઇ લીખીયા, નરેન્દ્રભાઇ બાબુભાઇ ગાંભવા અને દયાલજીભાઇ ગોવિદભાઇ ચોટલીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 46,600 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.