મોરબી : મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ગાત્રાડ વિદ્યાલયના વિદ્યાર્થીઓને ભગવદ ગીતાજીની પોકેટ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.આજરોજ ગીતા જયંતી નિમિત્તે ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા સામા કાંઠા વિસ્તારમાં આવેલી ગાત્રાળ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ભારતીબેન વારોતરીયા દ્વારા ગીતા જ્ઞાન આપી ભગવદ ગીતાની પોકેટ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં સેક્રેટરી જ્યોતિબેન વિઠ્ઠલપરા, મેમ્બર દયાબેન અઘારા, કવિતાબેન ભાલારા વગેરેએ હાજરી આપી હતી. આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ ગાત્રાળ વિદ્યાલયના આચાર્ય ભારતીબેન વારોતરીયા અને સ્ટાફનો આભાર માન્યો હતો.