મોરબી : મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ કમાન્ડર સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઝારખંડના વતની નરેન્દ્રભાઈ શિવનાથ ઝેરાઈ ઉ.23 ગત તા.20ના રોજ પોતાના લેબર કવાટર્સના રૂમમાં સુતા બાદ સવારે બેભાન અવસ્થામાં હોય મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.