સ્વેલ સિરામીક સામે બનેલી ઘટના, આગ કાબુમાં લેવાઈ મોરબી : મોરબીના સિરામિક ઝોન સરતાનપર રોડ ઉપર વિચિત્ર દુર્ઘટનામાં હેવી વીજલાઇન તૂટીને ગેસ પાઈપલાઈન ઉપર ખાબકતા ભયાનક આગ ભભૂકી ઉઠી હતી, જો કે સમયસર ગુજરાત ગેસ કંપની દ્વારા મરામત કરી મોટી દુર્ઘટના થતા અટકાવી હતી.ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સિરામિક ઝોન સરતાનપર રોડ ઉપર સ્વેલ સિરામીક સામે પસાર થતી હેવી વીજલાઇનનો જીવતો વીજ વાયર તૂટીને ગેસ લાઈન ઉપર પડતા પળવારમાં આગ ભભૂકી ઉઠી હતી, જો કે ઘટનાની જાણ થતા તુરત જ ગુજરાત ગેસની ટીમે મરામત કાર્ય કરી આગ બુઝાવી મોટી દુર્ઘટના થતા અટકાવી હતી.