મહોત્સવની પૂર્વ સંધ્યાએ વેદયાત્રા તેમજ 24મીએ મોરબી વાસીઓ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને સ્મરણાંજલિ અર્પણ કરશેમોરબી : મોરબીના આંગણે આગામી તારીખ 24/12/2023ને રવિવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં 1100 કુંડી વૈદિક મહાયજ્ઞ મહોત્સવ ઉજવાશે. જેની પૂર્વ સંધ્યાએ તારીખ 23-12-2023 ના રોજ સાંજે 4 કલાકે વેદયાત્રા નું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત 24મી એ સમગ્ર મોરબી વાસીઓ દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવશેમોરબીમાં યોજાનાર 1100 કુંડી વૈદિક મહાયજ્ઞ ની પૂર્વ સંધ્યાએ તારીખ 23-12-2023 ને શનિવારના રોજ સાંજે 4 થી 7 કલાકે વેદયાત્રાનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ભાઈઓ બહેનોને ઉત્સાહભેર જોડાવા આયોજકો વતી જાહેર અનુરોધ કરાયો છે. યાત્રા પથ રવાપર પ્રાથમિક શાળા ચોક, બાલકેશ્વર મહાદેવ મંદિર સામેથી, સ્વાગત ચોકડી, કેનાલ રોડથી એસપી રોડ પર ઇડન ગાર્ડન સામે આર્યભૂમિ યજ્ઞ કાર્યક્રમ સ્થળ સુધીનો રહેશે. આ સાથે પૂજ્ય આચાર્ય આર્ય નરેશજી- ડોહર હિમાચલ પ્રદેશ, આચાર્ય અજયજી- ભાવનગર, આચાર્ય શીતલજી- રોજડ વગેરે વૈદિક વિદ્વાનોના પ્રવચનનો લાભ મળશે. આ ઉપરાંત મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200ની જન્મ જયંતીને અનુલક્ષીને આયોજિત 1100 કુંડી વૈદિક મહાયજ્ઞ ઉપક્રમે મોરબી જિલ્લાના રહીશો દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને સ્મરણાંજલિ પણ અર્પણ કરવામાં આવશે. જે કાર્યક્રમ તારીખ 24-12-2023 ને રવિવારે સવારે 7 થી 12 કલાક દરમિયાન આર્યભૂમિ, પ્રભુ રત્ન પાર્ટી પ્લોટ પાછળ, એસપી રોડ, મોરબી ખાતે યોજાશે. જેમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, બોટાદ ભજનાનંદ આશ્રમના આત્માનંદ સરસ્વતીજી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહેશે. યજ્ઞકાર્યના બ્રહ્મા તરીકે આચાર્યા શીતલજી સાથે બ્રહ્મચારીણી ગણ (આર્ષ કન્યા ગુરુકુળ- રોજડ) હાજરી આપશે. તો આ કાર્યક્રમમાં પધારવા 1100 કુંડી વૈદિક મહાયજ્ઞ મહોત્સવ સમિતિ- મોરબીના પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા અને મંત્રી રામજીભાઈ બાવરવાએ આમંત્રણ પાઠવ્યું છે.