હળવદ : હળવદ તાલુકાના અજીતગઢ અને ખોડ ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા દિલિપભાઇ ધુળાભાઇ નાયક ઉ.40 રહે.હાલ અજીતગઢ ગામની સીમ મુળ રે.મહાપુરા વિઠલભાઇ પટેલની વાડીએ તા.સાવલી જી.વડોદરા વાળાનું પાણીમા ડુબી જતા મૃત્યુ નીપજ્યું હતું બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.