શું ડાયટ અને કસરતથી વજન ઘટતું નથી ? તો બેરિયાટ્રિક સર્જરી કરાવી ગોઠણ અને કમરના દુખાવા, શ્વાસની તકલીફ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતની સમસ્યાઓનો પણ નિવેડો લાવોરાજકોટના ખ્યાતનામ બેરિયાટ્રિક સર્જન ડો.મેહુલ વિકાણી દ્વારા અપાશે સેવા : 90થી 100 કિલો વજન ધરાવતા લોકો માટે આ સર્જરી સૌથી શ્રેષ્ઠ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં વજન ઘટાડવાની સર્જરી માટે કાલે બુધવારે ખાસ કેમ્પ યોજાનાર છે. જેમાં રાજકોટના ખ્યાતનામ બેરિયાટ્રિક સર્જન ડો.મેહુલ વિકાણી સેવા આપવાના છે. આ કેમ્પનો લાભ લેવા દરેક મોરબીવાસીઓને અપીલ કરાઈ છે.મેદસ્વિતા ,ઓબેસિટી , કે જાડાપણું હવે કોસ્મેટિક પ્રોબ્લેમ નથી પરંતુ એક બીમારી ગણાય છે.આ એક એવી બીમારી છે કે જે બીજી ઘણી બધી બીમારીને શરીરમાં સાથે લઇને આવે છે જેમ કે મોટા ભાગના પેશન્ટ જેનું વજન વધારે હોઈ છે. એમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર ,કોલેસ્ટ્રોલ, હૃદયની તકલીફ, ગોઠણ અને કમરના દુખાવા, શ્વાસની તકલીફ, વ્યંધત્વ કે કેન્સર થવાના ચાન્સીસ નોર્મલ વ્યક્તિ કરતા વધારે રહે છે.આવા કેસ ની અંદર જયારે વજન ઘટાડવા માટે કોઈ પણ ડાયટિંગ કે કસરત થી સફળતા નથી મળતી ત્યારે આપણે બેરિયાટ્રિક સર્જરીનો સહારો લઇ શકાય છે.બેરિયાટ્રિક સર્જરી એક વજન ઘટાડવા માટેનું ઓપેરશન છે જે દૂરબીનથી થાય છે. જયારે તમારું બી.એમ.આઈ. ૩૫થી વધારે હોઈ અથવા તમારું બી.એમ.આઈ. ૩૦થી વધારે હોઈ અને સાથે તમને ડાયાબિટીસ , બ્લડ પ્રેશર જેવી સમસ્યા હોઈ ત્યારે તમે બેરિયાટ્રિક સર્જરીનો લાભ લઇ શકો છો.આ ઓપેરશન દૂરબીનથી થાય છે. જેમાં ઓપેરશન પછી વધારે દુખાવો રહેતો નથી અને ફક્ત ૪ થી ૬ કલાકમાં જ દર્દી ચાલતા ફરતા થઈ જાય છે અને હોસ્પિટલમાં માત્ર ૨ દિવસનું રોકાણ રહેતું હોઈ છે . ઓપેરશન પછી વજનનો ઘટાડો તો મળે જ છે પરંતુ વજનના સંબંધિત બીજી તકલીફો છે જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ , સાંધાના દુખાવા, શ્વાસની તકલીફ આ બધી તકલીફો પણ દૂર થઈ જતી હોઈ છે.રાજકોટમાં મવડી વિસ્તારમાં બાલાજી હોલ પાસે ધરમનગરમાં ધોળકિયા સ્કૂલ પાસે CIGIS હોસ્પિટલ કાર્યરત છે. જે સૌરાષ્ટ્રનું એકમાત્ર ફૂલ ટાઈમ બેરિયાટ્રિક સર્જરી સેન્ટર છે. જ્યાં બેરિયાટ્રિક સર્જન ડો.મેહુલ વિકાણી સેવા આપે છે. તેમના દ્વારા અત્યાર સુધીમાં 1000થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. ડો. મેહુલ વિકાણી ભારતના યુવા બેરિયાટ્રિક સર્જન એવોર્ડ 2022ના વિજેતા છે. તેઓ દ્વારા આગામી તા.20 ડિસેમ્બરને બુધવાર સવારે 11થી 2 દરમિયાન શનાળા રોડ ઉપર આવેલ નકલંક હોસ્પિટલમાં વજન ઘટાડવા માટેના ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.કેમ્પ : તા.20 ડિસેમ્બરનકલંક હોસ્પિટલ શનાળા રોડ, મોરબી સવારે 11થી 2મો.નં. 9875098484