ડબલ સવાર બાઇક કેનાલમાં પડ્યા બાદ એક વ્યક્તિ ડુબી જતા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળમોરબી : મોરબીના નીચી માંડલ ગામથી વાંકળા તરફના રસ્તા નજીક ડબલ સવારી બાઈક કેનાલમાં ખાબકતા એક વ્યક્તિનો બચાવ થયો હતો જ્યારે બીજો વ્યક્તિ કેનાલના પાણીમાં ગરકાવ થઈ જતાં ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.મોરબીના નીંચી માંડલ ગામથી વાંકળા જવાના રસ્તા નજીક સુનીલ અને અશ્વિન કારુભાઈ મોઢુંતારીયા રહે બંને રફાળેશ્વર નામના બે વ્યક્તિઓ બાઇકમાં પસાર થઈ રહ્યા હોય ત્યારે અચાનક કોઈ કારણોસર નીંચી માંડલ ગામથી વાંકળા જવાના રસ્તા નજીક નીકળતી કેનાલમાં આ ડબલ સવાર બાઇક ખાબકયું હતું. તેથી બાઇક સાથે બન્ને વ્યક્તિઓ કેનાલમાં ડૂબી જતાં સુનીલને તરતા આવડતું હોવાથી તે બહાર નીકળી ગયો હતો. પરંતુ અશ્વિન કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.આ બનાવની જાણ થતાં મોરબીથી ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે દોડી જઈને કેનાલમાં ડૂબેલા વ્યક્તિની શોધખોળ હાથ ધરી હોવાનું ફાયર બ્રિગેડ વિભાગે જણાવ્યું હતું.