સરકારની સૂચના બાદ નિયમોનુસાર કાર્યવાહી કરાશે : આરોગ્ય અધિકારીમોરબી : રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું હોય તેવી સ્થિતિ વચ્ચે અમદાવાદમાં શંકાસ્પદ કેસ સામે આવતા સરકાર સતર્ક બની છે ત્યારે મોરબીમાં પણ ગઈકાલે બે શંકાસ્પદ કોરોના કેસ સામે આવતા આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે બન્ને નેગેટિવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.વૌશ્વિક મહામારી કોરોનાએ ફરી દેખા દીધી હોય તેમ દિલ્હી બાદ અમદાવાદમાં શંકાસ્પદ કેસ સામે આવતા હાલમાં રાજ્ય સરકાર સતર્ક બની છે, બીજી તરફ મોરબીમાં ગઈકાલે બે શંકાસ્પદ કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગે બન્નેના આરટીપીસીઆર ટેસ્ટ કર્યા હતા જે બન્ને કેસ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.દરમિયાન મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવેનો સંપર્ક કરતા હાલમાં મોરબી જિલ્લાના એક પણ શંકાસ્પદ કેસ ન હોવાનું અને રાજ્ય સરકારની સૂચના મળ્યા મુજબ કામગીરી કરવામાં આવનાર હોવાનું તેમજ આરોગ્ય વિભાગ હાલમાં સતર્ક હોવાનું તેમને જણાવ્યું હતું.