મોરબી : મોરબીના વડાવિયા પરિવારે પુત્રના પ્રથમ જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. પુત્રના પ્રથમ જન્મદિવસ નિમિત્તે વડાવિયા પરિવારે કીડીયારું પૂરીને ઉજવણી કરી હતી.મોરબીના સતીષભાઈ વડાવિયાના પરિવાર દ્વારા પુત્ર પર્વના જન્મદિવસ નિમિત્તે 51 નાળિયેરમાં કીડીયારું ભરીને અલગ અલગ 51 જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને મૂકવામાં આવ્યા હતા. આ સેવાકાર્યથી 51 હજાર જેટલા નાના જીવોને ખોરાક મળી રહેશે. આમ વડાવિયા પરિવારે પર્યાવરણ જાગૃતિનું ઉમદા કાર્ય કરીને પુત્રનો જન્મદિવસ ઉજવ્યો હતો.